ગુજરાત મફત પ્લોટ યોજના 2022:ગુજરાત સરકારના પંચાયત વિભાગ દ્વારા ઘર વિના ના ગરીબ મજૂરો અને આર્થિક રીતે ગરીબ હોય તેવા લોકો માટે મફત પ્લોટ યોજના અમલમાં મુકેલી છે.રાજ્ય સરકાર દ્વારા ફોર્મ ભરવામાં સરળતા રહે એ માટે મફત પ્લોટ યોજનાનું નવું ફોર્મ જુલાઈ મહિનામાં જાહેર કરવામાં આવ્યું છે.આ યોજના હેઠળ ગરીબ લોકોને 100 ચોરસ વારનો મફત પ્લોટ મકાન બનાવવા માટે આપવામાં આવે છે.
આ પણ વાંચો:ધોરણ 12 પાસ માટે CISF માં હેડ કોન્સ્ટેબલ ની ભરતી
ગુજરાત મફત પ્લોટ યોજના 2022
ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા ઘર વિહોણા બીપીએલ યાદીમાં નોંધાયેલા ખેત મજૂરો તેમજ કારીગરો ને પોતાનું ઘરનું ઘર બનાવવા માટે મફત પ્લોટ આપવામાં આવે છે.આ યોજના ગુજરાત સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલી છે.અત્યાર સુધી આ યોજના હેઠળ 16 લાખથી વધુ લોકોને આ યોજનાનો લાભ આપવામાં આવ્યો છે.રાજ્ય સરકાર દ્વારા આ યોજનાનો લાભ વધુમાં વધુ ગરીબ લોકોને મળે એ માટે આ યોજનાના ઠરાવમાં વખતોવખત સુધારા કરવામાં આવે છે.તા.૦૧/૦૫/૨૦૧૭ માં નવો ઠરાવ પસાર કરીને આ યોજનામાં નવા સુધારા કરવામાં આવ્યા હતા.
મફત પ્લોટ યોજના ફોર્મ
મફત પ્લોટ યોજના હેઠળ પ્લોટની ફાળવણી પારદર્શક અને ચોકસાઈ પૂર્વક થાય એ માટે પંચાયત વિભાગ દ્વારા તા.૩૦/૦૭/૨૦૨૨ ના રોજ નવું ફોર્મ જાહેર કરવામાં આવ્યું છે.આ ફોર્મ દ્વારા હવે મફત પ્લોટ યોજના ની ફાળવણી માં પારદર્શિતા આવશે અને સમય નો વ્યય પણ ઓછો થશે.નવું જાહેર કરાયેલું ફોર્મ નીચે આપેલ લિંક દ્વારા ડાઉનલોડ કરી શકો છો.
આ પણ વાંચો:SBI માં 5008 કલાર્કની જગ્યાઓ માટે ભરતી
યોજનાનું નામ | મફત પ્લોટ યોજના |
યોજનાનો લાભ કોને મળશે | ઘર વિહોણા ગરીબ લોકોને |
કોના દ્વારા શરૂ કરવામાં આવી | પંચાયત વિભાગ ગુજરાત |
યોજનાનો ઉદ્દેશ | ઘર વિહોણા લોકોને મફત પ્લોટ પૂરો પાડવો |
ઓફિશિયલ વેબસાઈટ | panchayat.gujarat.gov.in |
ગુજરાત મફત પ્લોટ ગુજરાત ડોક્યુમેન્ટ યાદી
મફત પ્લોટ યોજના નો લાભ લેવા માટે નીચે આપેલ ડોક્યુમેન્ટ લાભાર્થી પાસે હોવા જોઈએ:
- રેશનકાર્ડની નકલ
- અરજી ફોર્મ
- ચૂંટનીકાર્ડ અથવા આધારકાર્ડ ની નકલ
- SECCના નામની વિગત
- ખેતીની જમીન નથી તેવો દાખલો
- પ્લોટ/મકાનની વિગત દર્શાવતો દાખલો
આ પણ વાંચો:ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા 5043 જગ્યાઓ માટે ભરતી
મફત પ્લોટ યોજના અરજી પક્રિયા
મફત પ્લોટ યોજના માટે ફક્ત ઓફલાઇન અરજી કરી શકાશે,ઓનલાઈન અરજી આ યોજના માટે લાગુ કરવામાં આવેલ નથી.ઓફલાઇન અરજી કરવા માટે સૌ પ્રથમ ગ્રામ પંચાયત માંથી ફોર્મ મેળવીને તેમાં માંગેલી તમામ વિગતો સચોટ રીતે ભરીને અને જરૂરી ડોક્યુમેન્ટ જોડીને આ ફોર્મમાં તલાટી મંત્રીની સહી કરાવવાની રહેશે.સહી કર્યા બાદ આ ફોર્મ સરપંચ અને તલાટી ના અભિપ્રાય પ્રમાણે મંજૂર કરવામાં આવશે.
આ પણ વાંચો:બ્રહ્માસ્ત્ર મુવી ડાઉનલોડ કેવી રીતે કરવી તેની તમામ માહિતી
ફોર્મ ડાઉનલોડ કરવા | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા | અહીં ક્લિક કરો |
અન્ય પોસ્ટ વાંચવા માટે | અહીં ક્લિક કરો |
ગુજરાત મફત પ્લોટ યોજના FAQ
ગુજરાત મફત પ્લોટ યોજના ક્યાં વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે?
ગુજરાત મફત પ્લોટ યોજના ગુજરાત પંચાયત વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે.
ગુજરાત પંચાયત વિભાગ ની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?
panchayat.gujarat.gov.in પંચાયત વિભાગ ની ઓફિશિયલ વેબસાઈટ છે.
મફત પ્લોટ યોજના નું નવું ફોર્મ ક્યારે જાહેર કરવામાં આવ્યું?
મફત પ્લોટ યોજના નું ફોર્મ તા.30/07/2022 ના રોજ જાહેર કરવામાં આવ્યું છે.
Garib
OBC card
પરમાર વિશાલ રાજેશ ભાઈ
હમારા ગામ ના સરપંચ તે પોતા નુ ખિસ્સા ભરે છે તેના ખિસ્સા ભરાઈ જશે ક્યાં સુધી 5 વર્ષ પૂરા થઈ જસે
અને મફત પ્લોટ ની યોજના નુ લાભ હમારા જેવા ગરીબો ને મળશે નહી
ચૂંટણી પહેલાં જે વાયદા કયરા હતા તે હમણાં સુધી પૂરા ક્યરા નથી
સ્ટીલ લાઈટ હમણાં સુધી હમારા ગામ આયવી નથી
સરપંચ ચૂંટણી જીતીને આયવો એના 6 મહિના પછી પોતાના ઘરે સોલાર લગાવી ને બેઠો છે હમારા ગામ મા લાઈટ વઈ જાય તો હમારા જેવા G E B મા ફોન કરે છે
હમારા ગામ ને સરપંચ સારો જોયે છે
Hu CISF BARTI KARVA MANGU CHU
Pan card plase
Home