વિદ્યાસહાયક ભરતી 2022 – કુલ 2600 જગ્યાઓ@vsb.dpegujarat.in

વિદ્યાસહાયક ભરતી 2022: ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ, ગાંધીનગર દ્વારા 2600 વિદ્યાસહાયકો ની ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.ધોરણ 1 થી 5 માં 1000 જગ્યાઓ અને ધોરણ 6 થી 8 માં વિષય પ્રમાણે જેમ,કે ગણિત વિજ્ઞાન ની 750, ભાષાની 250 અને સામાજિક વિજ્ઞાન ની 600 એમ કુલ મળી ને ટોટલ ધોરણ 1 થી 8 માં 2600 જગ્યાઓ ની ભરતી કરવામાં આવશે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

વિદ્યાસહાયક ભરતી 2022

વિદ્યાસહાયક ભરતી 2022

ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ પુરી કરવા માટે વધુ 2600 વિદ્યાસહાયકો ની ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ધોરણ 1 થી 5 ની 1000 અને ધોરણ 6 થી 8 ની 1600 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ ભરતી માટેનું ઓફિશિયલ નોટિફિકેશન આવતીકાલે પ્રસિદ્ધ કરવામાં આવશે.

આ પણ વાંચો: SSB કોન્સ્ટેબલ ભરતી 2022@ssbrectt.gov.in

વિભાગનું નામગુજરાત શિક્ષણ વિભાગ
પોસ્ટનું નામવિદ્યાસહાયક
કુલ જગ્યાઓ2600
અરજી પક્રિયાઓનલાઈન
જાહેરાત પ્રસિદ્ધ થવાની તારીખ11 ઓક્ટોબર 2022
ઓફિશિયલ વેબસાઈટvsb.dpegujarat.in

ગુજરાત વિદ્યાસહાયક ભરતી 2022

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા વિદ્યાસહાયકો ની 2600 જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. નીચે આપેલ ટેબલમાં તમે ધોરણ અને વિષય પ્રમાણે જગ્યાઓ જોઈ શકો છો.

આ પણ વાંચો:SBI ભરતી 2022 – પ્રોબેશનરી ઑફિસરની 1673 જગ્યાઓ માટે ભરતી

વિષયસામાન્ય ભરતીઘટ ભરતીકુલ જગ્યાઓ
ધોરણ 1 થી 5961391000
ગણિત વિજ્ઞાન403347750
ભાષાઓ17377250
સામાજિક વિજ્ઞાન387213600
કુલ19246762600

વિદ્યાસહાયક ભરતી 2022 શૈક્ષણિક લાયકાત

ધોરણ 1 થી 5 વિદ્યાસહાયક માટે:-

  • શૈક્ષણિક લાયકાત: ઓછામાં ઓછી HSC પાસ અને
  • તાલીમી લાયકાત: PTC અથવા D.EL.Ed (બે વર્ષ)
  • ચાર વર્ષની એલિમેન્ટરી એજ્યુકેશન ની ડીગ્રી (B.EL.Ed) અથવા
  • બે વર્ષનો ડિપ્લોમા ઇન એજ્યુકેશન (સ્પેશિયલ એજ્યુકેશન)
  • તેમજ TET I પરીક્ષા વર્ષ 2011 થી અત્યાર સુધી 60% ગુણ સાથે, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિ, સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગ અને વિકલાંગતા ના કિસ્સામાં 55% સાથે પાસ કરેલ હોવી જોઈએ.

ધોરણ 6 થી 8 ના વિદ્યાસહાયક માટે:-

  • ધોરણ 12 પાસ,બી.એ, બી.એડ, બી.એસ.સી તેમજ વિષય પ્રમાણે ની ડીગ્રી અને TET 2 ની પરીક્ષા વર્ષ 2011 થી અત્યાર સુધી 60% ગુણ સાથે, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિ, સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગ અને વિકલાંગતા ના કિસ્સામાં 55% સાથે પાસ કરેલ હોવી જોઈએ.

આ પણ વાંચો:પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજનામાં તમારું નામ ચેક કરો ઓનલાઈન

ઉંમર મર્યાદા

ધોરણ 1 થી 5 માટે18 થી 33 વર્ષ
ધોરણ 6 થી 8 માટે18 થી 35 વર્ષ

આ પણ વાંચો: ONGC માં 871 જગ્યાઓ માટે ભરતી 2022

ગુજરાત વિદ્યાસહાયક ભરતી ઓનલાઈન એપ્લાય

રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ vsb.dpegujarat.in પરથી તારીખ 11 ઓક્ટોબર 2022 થી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

આ પણ વાંચો:ઇ શ્રમ કાર્ડ 2022 – ઘરેબેઠા કઢાવો શ્રમ કાર્ડ,ઓનલાઈન ફોર્મ ભરો

વિદ્યાસહાયક ભરતી 2022 પસંદગી પક્રિયા

ઉમેદવાર ની પસંદગી ફાઇનલ મેરીટ લિસ્ટ ના આધારે કરવામાં આવશે. આ માટે તબક્કાવાર અને કેટેગરી પ્રમાણે મેરીટ જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો:વ્હાલી દીકરી યોજના – મળશે રૂપિયા 1 લાખ 10 હજારની સહાય

ગુજરાત વિદ્યાસહાયક પગાર ધોરણ

વિદ્યાસહાયકો ને પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિ માસ રૂ.19950/- ફિક્સ પગાર ધોરણ આપવામાં આવશે.

જાહેરાત વાંચવાઅહીં ક્લિક કરો
ઓનલાઈન ફોર્મ ભરવાઅહીં ક્લિક કરો
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાઅહીં ક્લિક કરો
અમારા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવાઅહીં ક્લિક કરો
અન્ય નોકરીની માહિતી માટેઅહીં ક્લિક કરો

વિદ્યાસહાયક ભરતી 2022 FAQ

રાજ્ય સરકાર દ્વારા વિદ્યાસહાયકો ની કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે?

રાજ્ય સરકાર દ્વારા ધોરણ 1 થી 8 માં 2600 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

વિદ્યાસહાયક ભરતી 2022ના ઓનલાઈન ફોર્મ કઈ વેબસાઈટ પરથી ભરાશે?

વિદ્યાસહાયક ભરતી 2022ના ફોર્મ vsb.dpegujarat.in પરથી ભરાશે.

2 thoughts on “વિદ્યાસહાયક ભરતી 2022 – કુલ 2600 જગ્યાઓ@vsb.dpegujarat.in”

Leave a Comment