WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો

હિમાચલ ચૂંટણીની તારીખો થઈ જાહેર , જાણો ક્યારે થશે મતદાન ??

આજે હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી. આજે ઈલેક્શન કમિશનરે પ્રેસ કોન્ફરન્સ કરી ચૂંટણીની તારીખો જાહેર કરી. ચૂંટણીની તારીખ 12 નવેમ્બર જાહેર કરવામાં આવી અને મતગણતરી 08 ડિસેમ્બર, 2022ના રોજ હાથ ધરાશે હિમાચલ પ્રદેશમાં એક તબ્બકામાં યોજાશે ચૂંટણી .મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી.ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો 20 ઓક્ટોબર પછી જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.

હિમાચલ ચૂંટણીની તારીખો થઈ જાહેર

નોટિફિકેશન જાહેરાત-17 ઓક્ટોબર, 2022
નામાંકન –25 ઓક્ટોબર, 2022
નામાંકનોની ચકાસણી માટેની તારીખ27મી ઓક્ટોબર, 2022
(ગુરુવાર)
ઉમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ-29મી ઓક્ટોબર, 2022
(શનિવાર)
મતદાન –12 નવેમ્બર, 2022
મતગણતરી –8 ડિસેમ્બર, 2022
કુલ બેઠકો-68
કુલ મતદારો-55 લાખ
પ્રથમ વખત મતદાન કરશે –1.86 લાખ
80 વર્ષથી ઉપરના મતદારો –1.22 લાખ

પ્રેસ કોન્ફરએન્સમાં શું કહ્યું ?

રાજીવ કુમારે કહ્યું કે મતદાર યાદીની પ્રસિદ્ધિ થઈ ગઈ છે. નવા મતદારો ઉમેરાયા છે. ભૂલો સુધારવામાં આવી છે. શહેરોમાં મતદાન વધારવા માટે માટે જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તેમણે 2019ની લોકસભા ચૂંટણીનું ઉદાહરણ પણ ટાંક્યું જ્યાં મેટ્રો શહેરોમાં મતદાન ઓછું હતું.

ઘરે બેઠા મતદાનની સુવિધા આપશે: EC


ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે 80 વર્ષથી વધુ ઉંમરના, દિવ્યાંગ અથવા કોવિડ સંક્રમિત લોકો જે મતદાન કરવા માંગે છે પરંતુ મતદાન બુથ પર પણ ન આવી શકે, પંચ આવા મતદારોના ઘરે જઈને મતદાન કરવાની સુવિધા આપશે.

હિમાચલ ચૂંટણીની તારીખો થઈ જાહેર

2017માં બંને રાજ્યોમાં અલગ-અલગ તારીખે થયું હતું મતદાન

વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણી વિશે વાત કરીએ તો ગુજરાતની સાથે હિમાચલ પ્રદેશમાં પણ ચૂંટણી યોજાઈ હતી, જોકે મતદાનની તારીખ અલગ-અલગ હતી. જ્યારે મતગણતરી બંને રાજ્યોમાં એક જ દિવસે કરવામાં આવી હતી. હિમાચલ પ્રદેશમાં 68 સીટોવાળી વિધાનસભા માટે 9 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થયું હતું. જ્યારે આ બંને રાજ્યોના ચૂંટણી પરિણામો 18 ડિસેમ્બરના રોજ આવ્યા હતા.

18 ફેબ્રુઆરીએ પૂરો થઈ રહ્યો છે, વિધાનસભાનો કાર્યકાળ


ગુજરાતમાં વિધાનસભાની કુલ સીટ 182 છે. 40 સીટ અનામત છે. 13 સીટ અનુસૂચિત જાતિ (SC) માટે અને 27 સીટ અનુસૂચિત જનજાતિ (ST) માટે રિઝર્વ છે. 2017 ચૂંટણીની વાતો કરીએ તો ભાજપે અહીં સંપૂર્ણ બહુમતી સાથે જીત મેળવી સરકાર બનાવી હતી. ચૂંટણીમાં ભાજપને 99, કોંગ્રેસને 77 સીટો મળી હતી. બે સીટ ભારતીય ટ્રાઈબલ પાર્ટીને અને એક સીટ એનસીપીને મળી હતી, જ્યારે 3 સીટો પર અપક્ષે જીત મેળવી હતી.

ઓફિસિયલ જાહેરાત જોવાઅહીં ક્લિક કરો
સરકાર નોકરી તથા યોજના માટેઅહીં ક્લિક કરો

હિમાચલ ચૂંટણી વિષે વારંવાર પુછાતા પ્રશ્નો

 1. હિમાચલ પ્રદેશ ચૂંટણીની તારીખ કઈ છે?

  12 નવેમ્બર

 2. હિમાચલ પ્રદેશ ચૂંટણી નોટિફિકેશન જાહેરાત ક્યારે થશે?

  17 ઓક્ટોબર

 3. હિમાચલ પ્રદેશની મતગણતરી ક્યારે થશે?

  મતગણતરી તારીખ: 8 ડિસેમ્બર

 4. હિમાચલપ્રદેશની કુલ બેઠક કેટલી છે?

  68 કુલ બેઠક

 5. હિમાચલ પ્રદેશમાં કુલ મતદારો કેટલા છે?

  55 લાખ

 6. હિમાચલ પ્રદેશમાં પ્રથમ મતદાન કેટલા લોકો કરશે?

  1.86 લાખ

 7. હિમાચલ પ્રદેશમાં દ્વિતીય મતદાન કેટલા લોકો કરશે?

  80 વર્ષથી ઉપરના મતદારો – 1.22 લાખ

Leave a Comment

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ