જિલ્લા બાળ સુરક્ષા એકમ ભરતી 2022: ભારત સરકારની બાળ સુરક્ષા યોજના (મિશન વાત્સલ્ય) હેઠળ કાર્યરત બાળ સુરક્ષા એકમ, વડોદરા ખાતે વિવિધ જગ્યાઓની ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ તમામ પ્રમાણપત્રો સાથે ઇન્ટરવ્યૂ માટે તારીખ 07/10/2022 ના રોજ રૂબરૂ ઉપસ્થિત થવાનું રહેશે. જિલ્લા બાળ સુરક્ષા એકમ વડોદરા ભરતી 2022 ની તમામ માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ અને પસંદગી પક્રિયાની માહિતી માટે આ પોસ્ટ છેલ્લે સુધી વાંચો.
જિલ્લા બાળ સુરક્ષા એકમ ભરતી 2022
ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલી ભારત સરકારની બાળ સુરક્ષા યોજના હેઠળ કાર્યરત જિલ્લા બાળ સુરક્ષા એકમ, વડોદરા તથા સરકારી સંસ્થા ઓબ્ઝર્વેશન હોમ ફોર ગર્લ્સ (ઝોનલ) વડોદરા અને બિન સરકારી સંસ્થાઓ જિલ્લા બાળ સંરક્ષણ મંડળ સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર બેઇઝ, બાળ ગોકુલમ વડોદરા તથા જાગૃતિ સમાજ સેવા મંડળ ટ્રસ્ટ સંચાલિત ડોન બોસ્કો સ્નેહાલય ઓપન સેલ્ટર હોમ વડોદરામાં મંજુર થયેલ નીચે મુજબની જગ્યાઓ 11 માસના હંગામી ધોરણે ભરવા માટે તા.07/10/2022 ના રોજ ઉમેદવારોની પસંદગી કરવા માટે વોકઇન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલ છે.
આ પણ વાંચો: ITBP હેડ કોન્સ્ટેબલ ભરતી 2022
યોજનાનું નામ | બાળ સુરક્ષા યોજના |
પોસ્ટનું નામ | વિવિધ પોસ્ટ |
કુલ જગ્યાઓ | 05 |
પસંદગી પક્રિયા | ઇન્ટરવ્યૂ |
ઇન્ટરવ્યૂ તારીખ | 07/10/2022 |
નોકરીનું સ્થળ | વડોદરા |
આ પણ વાંચો:વ્હાલી દીકરી યોજના – મળશે રૂપિયા 1 લાખ 10 હજારની સહાય
જિલ્લા બાળ સુરક્ષા એકમ વડોદરા ભરતી 2022
જિલ્લા બાળ સુરક્ષા એકમ વડોદરા ખાતે એકાઉન્ટન્ટ, ગૃહ માતા, ગૃહ પિતા અને આઉટ રીચ વર્કરની જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.
આ પણ વાંચો:ઇ શ્રમ કાર્ડ 2022 – ઘરેબેઠા કઢાવો શ્રમ કાર્ડ,ઓનલાઈન ફોર્મ ભરો
પોસ્ટનું નામ | કુલ જગ્યાઓ |
એકાઉન્ટન્ટ | 01 |
ગૃહ માતા | 01 |
ગૃહ પિતા | 01 |
આઉટ રીચ વર્કર | 02 |
આ પણ વાંચો:પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજનામાં તમારું નામ ચેક કરો ઓનલાઈન
જિલ્લા બાળ સુરક્ષા એકમ ભરતી શૈક્ષણિક લાયકાત
પોસ્ટનું નામ | લાયકાત |
એકાઉન્ટન્ટ | B.com અથવા M. com અથવા CA લઘુતમ 50% સાથે ઉત્તીર્ણ |
ગૃહ માતા | કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક, કોમ્યુટર નું પાયાનું જ્ઞાન |
ગૃહ પિતા | કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક, કોમ્યુટર નું પાયાનું જ્ઞાન |
આઉટ રીચ વર્કર | BRS અથવા BSW અથવા BA વીથ સમાજશાસ્ત્ર વિષય સાથે પાસ કરેલ હોવું જોઈએ |
આ પણ વાંચો:SBI ભરતી 2022 – પ્રોબેશનરી ઑફિસરની 1673 જગ્યાઓ માટે ભરતી
વય મર્યાદા
પોસ્ટનું નામ | ઉંમર મર્યાદા |
એકાઉન્ટન્ટ | 21 થી 40 વર્ષ |
ગૃહ માતા | 21 થી 40 વર્ષ |
ગૃહ પિતા | 21 થી 40 વર્ષ |
આઉટ રીચ વર્કર | 40 વર્ષથી વધુ નહીં |
આ પણ વાંચો: ONGC માં 871 જગ્યાઓ માટે ભરતી 2022
જિલ્લા બાળ સુરક્ષા એકમ ભરતી અરજી પક્રિયા
રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર શૈક્ષણિક લાયકાત, અનુભવનું પ્રમાણપત્ર, જન્મનો પુરાવો અને પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે વોક ઇન ઇન્ટરવ્યૂ માટે તારીખ 07/10/2022 ના રોજ નીચે આપેલ એડ્રેસ પર ઉપસ્થિત થવાનું રહેશે.
નોંધ:- સવારે 09:00 થી 11:00 કલાક વચ્ચે રજિસ્ટ્રેશન કરાવનાર ઉમેદવારનું જ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે.
સરનામું: ચિલ્ડ્રન હોમ ફોર બોઈઝ,બાળ ગોકુલમ, ભૂતડીઝાપા ,પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાસે, કારેલીબાગ, વડોદરા
આ પણ વાંચો: IOCL માં 1535 જગ્યાઓ માટે ભરતી 2022
જિલ્લા બાળ સુરક્ષા એકમ વડોદરા ભરતી પસંદગી પક્રિયા
ઉમેદવાર ની પસંદગી ફક્ત વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. તમામ માહિતી માટે નીચે આપેલ ઓફિશિયલ જાહેરાત વાંચો.
આ પણ વાંચો: GRD ભરતી વડોદરા 2022
પગાર ધોરણ
પોસ્ટનું નામ | પગાર |
એકાઉન્ટન્ટ | રૂ.14000/- |
ગૃહ માતા | રૂ.13000/- |
ગૃહ પિતા | રૂ.13000/- |
આઉટ રીચ વર્કર | રૂ.11000/- |
જાહેરાત વાંચવા | અહીં ક્લિક કરો |
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા | અહીં ક્લિક કરો |
અમારા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા | અહીં ક્લિક કરો |
અન્ય નોકરીની માહિતી માટે | અહીં ક્લિક કરો |
જિલ્લા બાળ સુરક્ષા એકમ ભરતી FAQ
બાળ સુરક્ષા યોજના (મિશન વાત્સલ્ય) કોના દ્વારા ચલાવવામાં આવે છે?
બાળ સુરક્ષા યોજના ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે.
જિલ્લા બાળ સુરક્ષા એકમ વડોદરામાં કુલ કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે?
જીલા બાળ સુરક્ષા એકમ વડોદરા માં કુલ 05 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.