કરજણ નગરપાલિકા ભરતી 2022 – પ્રાદેશિક નગરપાલિકા ની કચેરી, વડોદરા દ્વારા કરજણ નગરપાલિકામાં કલાર્કની વિવિધ 09 જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. કરજણ નગરપાલિકા દ્વારા પાંચ વર્ષના ફિક્સ સમયગાળા માટે આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ જાહેરાત વાંચીને ઓફલાઇન અરજી કરવાની રહેશે.
કરજણ નગરપાલિકા ભરતી 2022
કરજણ નગરપાલિકા દ્વારા રજીસ્ટ્રી ક્લાર્ક, ક્લાર્ક કમ ટાઈપીસ્ટ, ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર અને બીજી વિવિધ કલાર્કની જગ્યાઓ માટે ન્યૂઝપેપર માં જાહેરાત બહાર પાડવામાં આવી છે. ધોરણ 12 પાસ ઉમેદવાર આ ભરતી ઓફલાઇન અરજી કરી શકશે. રસ ધરાવતા ઉમેદવાર તારીખ 11 નવેમ્બર 2022 સુધી જાહેરાતમાં આપેલ એડ્રેસ પર ફક્ત રજીસ્ટર્ડ પોસ્ટ એડી. દ્વારા ઓફલાઇન અરજી મોકલી શકશે.
આ પણ વાંચો:પીએમ કિસાન યોજના 12મો હપ્તો – તમારા ખાતામાં 2000 રૂપિયા જમા થયા કે નહીં તે ચેક કરો
સંસ્થાનું નામ | કરજણ નગરપાલિકા |
પોસ્ટનું નામ | વિવિધ કલાર્કની જગ્યાઓ |
કુલ જગ્યાઓ | 09 |
અરજી પ્રકાર | ઓફલાઇન |
નોકરીનું સ્થળ | વડોદરા |
ફોર્મની છેલ્લી તારીખ | 11 નવેમ્બર 2022 |
કરજણ નગરપાલિકા ક્લાર્ક ભરતી 2022
કરજણ નગરપાલિકા દ્વારા વિવિધ ક્લાર્ક ની જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. નીચે આપેલ ટેબલમાં તમે પોસ્ટ મુજબ જગ્યાઓ જોઈ શકો છો.
આ પણ વાંચો:પીએમ ઉજ્જવલા યોજના 2022 – લાભાર્થીઓને મળશે 2 સિલિન્ડર મફત
પોસ્ટનું નામ | કુલ જગ્યાઓ |
રજીસ્ટ્રી ક્લાર્ક | 01 |
ક્લાર્ક કમ ટાઈપીસ્ટ | 01 |
ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર | 01 |
જન્મ મરણ અને લગ્ન નોંધણી ક્લાર્ક | 01 |
ક્લાર્ક કમ કેશિયર | 01 |
ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર (વેરા શાખા) | 02 |
વ્યવસાય વેરા ક્લાર્ક/શોપ ઇન્સપેક્ટર | 01 |
ક્લાર્ક | 01 |
કરજણ નગરપાલિકા ભરતી શૈક્ષણિક લાયકાત
આ ભરતી માટે વ્યવસાય વેરા ક્લાર્ક/શોપ ઇન્સપેક્ટર ની પોસ્ટ માટે કોઇપણ ગ્રેજ્યુએટ ઉમેદવાર અને અન્ય તમામ પોસ્ટની ભરતી માટે ધોરણ 12 પાસ ઉમેદવાર ઓફલાઇન અરજી કરી શકશે.
આ પણ વાંચો:પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજનામાં તમારું નામ ચેક કરો ઓનલાઈન
વય મર્યાદા
વય મર્યાદા સરકારશ્રી ના નીતિ નિયમ મુજબ રહેશે. તેમજ અનામત વર્ગના ઉમેદવારોને સરકાર ના નીતિ નિયમ મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.
આ પણ વાંચો: ગુજરાત NMMS સ્કોલરશીપ 2022 – ધોરણ 8 ના વિદ્યાર્થીઓને કુલ 48000 રૂપિયા ની શિષ્યવૃત્તિ મળશે
કરજણ નગરપાલિકા ભરતી અરજી પક્રિયા
રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર અરજી સાથે તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ સાઇઝનો ફોટો, શાળા છોડ્યા પ્રમાણપત્ર, શૈક્ષણિક લાયકાત ની પ્રામાણિત નકલ અને અનામત વર્ગના ઉમેદવારોએ જાતિનું પ્રમાણપત્ર જોડીને તારીખ 11 નવેમ્બર 2022 સુધી ચીફ ઑફિસરની કચેરી, કરજણ નગરપાલિકા, વડોદરા ખાતે ફક્ત રજીસ્ટર્ડ પોસ્ટ એડી.થી મોકલી આપવાની રહેશે.
આ પણ વાંચો:વ્હાલી દીકરી યોજના – મળશે રૂપિયા 1 લાખ 10 હજારની સહાય
નોંધ:- ક્લાર્ક/કોમ્પ્યુટર ઓપરેટર ની જગ્યા માટે અરજી સાથે બિન અનામત વર્ગના અરજદારે રૂ.300/- ફી ચીફ ઑફિસરશ્રી કરજણ નગરપાલિકા, કરજણ નામના ડિમાન્ડ ડ્રાફ્ટથી મોકલવાની રહેશે.
આ પણ વાંચો:ઇ શ્રમ કાર્ડ 2022 – ઘરેબેઠા કઢાવો શ્રમ કાર્ડ,ઓનલાઈન ફોર્મ ભરો
કરજણ નગરપાલિકા ભરતી પસંદગી પક્રિયા
ઉમેદવારો ની પસંદગી સ્પર્ધાત્મક પરીક્ષા અને ફાઇનલ મેરિટના આધારે કરવામાં આવશે. વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાત વાંચો.
પગારધોરણ
પસંદગી પામેલ ઉમેદવારોને પાંચ વર્ષ સુધી ફિક્સ પગરધોરણ આપવામાં આવશે. ત્યારબાદ કામગીરી નું મૂલ્યાંકન કરીને જે તે પગાર પંચના ધોરણે (સાતમું) પગાર ભથ્થુ અને અન્ય લાભો મળવાપાત્ર થશે.
જાહેરાત વાંચવા | અહીં ક્લિક કરો |
અન્ય નોકરીની માહિતી માટે | અહીં ક્લિક કરો |
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા | અહીં ક્લિક કરો |