NHM જામનગર ભરતી 2022: નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જામનગર જિલ્લામાં પ્રોગ્રામ આસિસ્ટન્ટ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર, ઇમ્યુનાઇઝેશન ફિલ્ડ વોલેન્ટીયર અને ફિમેલ હેલ્થ વર્કરની જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતી 11 માસના કરાર આધારિત કરવામાં આવશે.રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ નોટિફિકેશન વાંચીને તારીખ 8 નવેમ્બર 2022 સુધી ઓનલાઈન અરજી કરી શકશે.
NHM જામનગર ભરતી 2022
જિલ્લા આરોગ્ય સોસાયટી, જામનગર દ્વારા હેલ્થ વિભાગ ની વિવિધ જગ્યાઓ ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતીના ઓનલાઈન ફોર્મ તારીખ 28 ઓક્ટોબર 2022 થી 08 નવેમ્બર 2022 સુધી ઓનલાઈન ભરી શકાશે.
આ પણ વાંચો: SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022 – ધોરણ 10 પાસ માટે 24369 જગ્યાઓ માટે ભરતી
કચેરીનું નામ | જિલ્લા આરોગ્ય સોસાયટી, જામનગર |
પોસ્ટનું નામ | વિવિધ પોસ્ટ |
કુલ જગ્યાઓ | 25 |
અરજી પક્રિયા | ઓનલાઈન |
જોબ લોકેશન | જામનગર |
ફોર્મની છેલ્લી તારીખ | 08 નવેમ્બર 2022 |
ઓફિશિયલ વેબસાઈટ | arogyasathi.gujarat.gov.in |
જિલ્લા આરોગ્ય સોસાયટી જામનગર ભરતી 2022
જિલ્લા આરોગ્ય સોસાયટી જામનગર દ્વારા પ્રોગ્રામ આસિસ્ટન્ટ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર, ઇમ્યુનાઇઝેશન ફિલ્ડ વોલેન્ટીયર અને ફિમેલ હેલ્થ વર્કરની જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. નીચે આપેલ ટેબલમાં તમે પોસ્ટ પ્રમાણે જગ્યાઓ જોઈ શકો છો.
પોસ્ટનું નામ | કુલ જગ્યાઓ |
જિલ્લા પ્રોગ્રામ આસિસ્ટન્ટ | 01 |
તાલુકા પ્રોગ્રામ આસિસ્ટન્ટ | 01 |
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર | 01 |
ઇમ્યુનાઇઝેશન ફિલ્ડ વોલેન્ટીયર | 01 |
ફિમેલ હેલ્થ વર્કર/એ.એન.એમ (NHM) | 16 |
ફિમેલ હેલ્થ વર્કર/એ.એન.એમ (RBSK) | 05 |
NHM જામનગર ભરતી શૈક્ષણિક લાયકાત
જિલ્લા પ્રોગ્રામ આસિસ્ટન્ટ (તાલુકા/ડિસ્ટ્રિક્ટ લેવલ):-
કોઈપણ વિદ્યાશાખા માં સ્નાતક ની સાથે ઓછામાં ઓછો 1 વર્ષનો કોમ્પ્યુટર એપ્લિકેશનનો ડિપ્લોમા સર્ટિફિકેટ કોર્ષ (સરકાર માન્ય) કરેલ હોવો જોઈએ.
આ પણ વાંચો: ગુજરાત પોસ્ટ ભરતી 2022 – ધોરણ 10 પાસ, પોસ્ટમેન, MTS અને પોસ્ટલ આસિસ્ટન્ટ ની જગ્યાઓ માટે ભરતી
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર:-
કોમર્સ સ્નાતકની સાથે ઓછામાં ઓછો 1 વર્ષનો કોમ્પ્યુટર એપ્લિકેશનનો ડિપ્લોમા સર્ટિફિકેટ કોર્ષ (સરકાર માન્ય) કરેલ હોવો જોઈએ.
ઇમ્યુનાઇઝેશન ફિલ્ડ વોલેન્ટીયર:-
BSW/MSW,BRM/MRM તેમજ રસીકરણ ને લગતી ફિલ્ડ વર્કની કામગીરી નો અનુભવ.
ફિમેલ હેલ્થ વર્કર/એ.એન.એમ (NHM/RBSK):-
ANM અથવા FHW નો અભ્યાસ કરેલો હોવો જોઈએ તેમજ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ માં રજિસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈએ.
વય મર્યાદા
તમામ પોસ્ટ માટે ઉમેદવારો ની ઉંમર 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
NHM જામનગર ભરતી અરજી પક્રિયા
રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ www.arogyasathi.gujarat.gov.in પર જઈને તારીખ 08 નવેમ્બર 2022 સુધી ઓનલાઈન અરજી કરી શકશે.
આ પણ વાંચો: ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ભરતી 2022-કુલ 823 જગ્યાઓ માટે ભરતી
NHM જામનગર ભરતી પસંદગી પક્રિયા
ક્રમ 1 થી 3 ના ઉમેદવારોની લેખિત પરીક્ષા/પ્રેક્ટિકલ ટેસ્ટ લેવામાં આવશે. જેમાંથી મેરીટ મુજબના ઉમેદવારોને રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવશે. જેમાંથી જરૂરિયાત મુજબ ના ઉમેદવાર પસંદ કરીને પ્રતિક્ષાયાદી બનાવવામાં આવશે. ક્રમ 4 થી 6 માટે છેલ્લા વર્ષના મેરીટ તેમજ આરોગ્ય વિભાગ માં કરેલ કામના આધારે નિમણૂક તેમજ પ્રતીક્ષા યાદી બનાવવામાં આવશે.
ઓફિશિયલ નોટિફિકેશન વાંચવા | અહીં ક્લિક કરો |
ઓનલાઈન ફોર્મ ભરવા | અહીં ક્લિક કરો |
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા | અહીં ક્લિક કરો |
અન્ય નોકરીની માહિતી માટે | અહીં ક્લિક કરો |