WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો

પીએમ કિસાન યોજના 12મો હપ્તો – તમારા ખાતામાં 2000 રૂપિયા જમા થયા કે નહીં તે ચેક કરો

પીએમ કિસાન યોજના 12મો હપ્તો: દિવાળી પૂર્વે દેશના કરોડો ખેડૂતોના ખાતામાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પીએમ કિસાન યોજના અંતર્ગત 12માં હપ્તાના 2000 રૂપિયા બેંક એકાઉન્ટ માં જમા કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રીએ 17 ઓક્ટોબરે નવી દિલ્હી ખાતે એક સંમેલનમાં ભાગ લઈને 12માં હપ્તાના રૂપિયા ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ ટ્રાન્સફર કર્યા હતા. ઉલ્લેખનીય છેકે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દેશના ગરીબ ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જે તેમના બેંક ખાતામાં ડાયરેક્ટ ટ્રાન્સફર કરવામાં આવે છે.

પીએમ કિસાન યોજના 12મો હપ્તો

પીએમ કિસાન યોજના 12મો હપ્તો

પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રૂપિયા 2000 નો 12મો હપ્તો ખેડૂતો ના ખાતામાં જમા કરવામાં આવ્યો છે. દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં કેન્દ્ર સરકાર દ્વારા કુલ 16 કરોડ રૂપિયા દેશના ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યા છે. ગુજરાત ના કુલ 51 લાખ ખેડૂતોના ખાતામાં 1023 કરોડ રૂપિયા ડાયરેક્ટ બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન યોજના અંતર્ગત કુલ 12 હપ્તા દ્વારા અત્યારસુધી 2.16 લાખ કરોડની રકમ સમગ્ર દેશના ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવી છે. જ્યારે ગુજરાતના ખેડૂતોના ખાતામાં 12,565 કરોડ રૂપિયાની રકમ ખેડૂતોના બેંક એકાઉન્ટ્સ માં જમા કરવામાં આવી છે.

આ પણ વાંચો:પીએમ ઉજ્જવલા યોજના 2022 – લાભાર્થીઓને મળશે 2 સિલિન્ડર મફત

યોજનાનું નામપીએમ કિસાન યોજના
પોસ્ટનું નામપીએમ કિસાન યોજના 12મો હપ્તો
મળવા પાત્ર સહાયવાર્ષિક 6000/- રૂપિયા
લાભ કોને મળે?દેશના જરૂરિયાતમંદ ખેડૂતોને
12માં હપ્તાની તારીખ17 ઓક્ટોબર 2022
ઓફિશિયલ વેબસાઈટpmkisan.gov.in

પીએમ કિસાન યોજના 2022

પીએમ કિસાન યોજના 2022 અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા મેલા ગ્રાઉન્ડ, નવી દિલ્હી ખાતેથી 17 ઓક્ટોબરે સવારે 11.30 વાગે ખેડૂતો ના ખાતામાં 12મા હપ્તાની રકમ દેશભરના ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ જમા કરવામાં આવી છે. આ વર્ષનો છેલ્લો હપ્તો પીએમ મોદી દ્વારા ખેડૂતોના ખાતામાં દિવાળી પહેલા જમા કરવામાં આવ્યો છે એટલે દેશના ગરીબ અને મધ્યમ વર્ગના ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી ગયી છે.

આ પણ વાંચો:પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજનામાં તમારું નામ ચેક કરો ઓનલાઈન

પીએમ કિસાન યોજના અંતર્ગત 12મા હપ્તાનું સ્ટેટ્સ કેવી રીતે ચેક કરવું?

પીએમ કિસાન યોજના અંતર્ગત 12મા હપ્તાના 2000 રૂપિયા ખેડૂતો ના ખાતામાં જમા કરી દેવામાં આવ્યા છે. નીચે આપેલા સરળ સ્ટેપ દ્વારા કોઈપણ ખેડૂત ઘરેબેઠા રૂ.2000 પોતાના ખાતામાં જમા થયા કે નહીં તે ચેક કરી શકે છે.

  • સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઈટ www.pmkisan.gov.in ઓપન કરો.
  • ત્યારબાદ તમારી સામે વેબસાઈટ નું Homepage ખુલશે.
  • હોમપેજ માંથી Farmer Corner માં જઈને Beneficiary List પર ક્લિક કરવાનું રહેશે.
  • નવું પેજ ઓપન થાય એમાં પોતાનો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અથવા રજિસ્ટ્રેશન નંબર દાખલ કરો અને નીચે આપેલ Captcha Code એન્ટર કરીને Get Data પર ક્લિક કરો.
  • ત્યારબાદ નવું પેજ ઓપન થશે એમાં તમને કુલ કેટલા હપ્તા કઈ તારીખે જમા થયેલા છે તેની તમામ ડિટેલ્સ તમે ચેક કરી શકો છો.

આમ. ઉપરના સરળ સ્ટેપ દ્વારા કોઈપણ ખેડૂત પોતાના ખાતામાં કુલ કેટલા હપ્તા જમા થયા તેની તમામ જાણકારી ઘરેબેઠા મેળવી શકે છે.

આ પણ વાંચો: ગુજરાત NMMS સ્કોલરશીપ 2022 – ધોરણ 8 ના વિદ્યાર્થીઓને કુલ 48000 રૂપિયા ની શિષ્યવૃત્તિ મળશે

12માં હપ્તાનું સ્ટેટ્સ ચેક કરવાઅહીં ક્લિક કરો
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાઅહીં ક્લિક કરો
અન્ય યોજનાની માહિતી માટેઅહીં ક્લિક કરો

પીએમ કિસાન યોજના 12મો હપ્તો FAQ

પીએમ કિસાન યોજનાનો 12મો હપ્તો ક્યારે જમા કરવામાં આવ્યો?

પીએમ કિસાન યોજનાનો 12મો હપ્તો 17 ઓક્ટોબરે ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યો છે.

પીએમ કિસાન યોજનાનો 12મો હપ્તો ક્યાંથી અને કોના દ્વારા જમા કરવામાં આવ્યો છે?

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા નવી દિલ્હીથી 12મો હપ્તો જમા કરવામાં આવ્યો છે.

પીએમ કિસાન યોજનાની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?

www.pmkisan.gov.in પીએમ કિસાન યોજનાની ઓફિશિયલ વેબસાઈટ છે.

Leave a Comment

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ