WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો

પીએમ ઉજ્જવલા યોજના 2022 – લાભાર્થીઓને મળશે 2 સિલિન્ડર મફત

પીએમ ઉજ્જવલા યોજના 2022: ગુજરાતમાં વિધાનસભા ની ચૂંટણી પહેલા રાજ્ય સરકારે પીએમ ઉજ્જવલા યોજના હેઠળ મોટી જાહેરાત કરી છે. ઉજ્જવલા યોજના નો લાભ લેતા રાજ્યના 38 લાખ લોકોને હવે વર્ષના 2 ગેસ સિલિન્ડર મફત આપવામાં આવશે. આ સબસીડી સીધી લાભાર્થીઓના બેંક એકાઉન્ટ માં જમા કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્ય સરકારે CNG અને PNG ના વેટમાં પણ 10% નો ઘટાડો કર્યો છે એટલે CNG ગેસના ભાવમાં 6 થી 8 રૂપિયાનો અને PNG ના ભાવમાં 5 થી 6 રૂપિયાનો ફાયદો થશે.

પીએમ ઉજ્જવલા યોજના 2022

પીએમ ઉજ્જવલા યોજના 2022

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના કેન્દ્ર સરકાર દ્વારા 1 મે 2016ના રોજ શરૂ કરવામાં આવી હતી. આ યોજના મહિલાઓ માટે બનાવવામાં આવી છે, જે મહિલાઓ અસુરક્ષિત બળતણનો ઉપયોગ કરે છે તેના બદલે સ્વચ્છ અને સુરક્ષિત બળતણનો ઉપયોગ કરે એ આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે. 18 વર્ષથી ઉપરની દરેક મહિલા આ યોજનાનો લાભ મેળવી શકે છે. આ યોજના નો લાભ લેવા માટે મહિલાઓ પાસે BPL અથવા APL રેશનકાર્ડ હોવું જરૂરી છે.

આ પણ વાંચો: ગુજરાત NMMS સ્કોલરશીપ 2022 – ધોરણ 8 ના વિદ્યાર્થીઓને કુલ 48000 રૂપિયા ની શિષ્યવૃત્તિ મળશે

યોજનાનું નામપીએમ ઉજ્જવલા યોજના 2022
શરૂ કરનારકેન્દ્ર સરકાર
લાભ કોને મળશે18 વર્ષ ઉપરની દરેક મહિલાઓને
યોજનાનો ઉદ્દેશસ્વચ્છ અને સુરક્ષિત બળતણનો ઉપયોગ કરવો
ઓફિશિયલ વેબસાઈટpmuy.gov.in

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2022

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના નરેન્દ્ર મોદીએ શરૂ કરી છે. આ યોજના શરૂ થવાથી મહિલાઓને ઘણા લાભો મળ્યા છે. પહેલા મહિલાઓને ચૂલો સળગાવવા માટે લાકડા લેવા માટે જંગલમાં ભટકવું પડતું હતું, પરંતુ હવે LPG ગેસ ના કારણે તેમને ક્યાંય ભટકવાની જરૂર નથી અને સાથે જ 1600 રૂપિયા સબસીડી તરીકે પોતાના ખાતામાં આવી રહ્યા છે, જેનાથી તેમને આર્થિક મદદ પણ મળે છે.

આ પણ વાંચો:વિદ્યાસહાયક ભરતી 2022 – કુલ 2600 જગ્યાઓ@vsb.dpegujarat.in

રાજ્યની 38 લાખ ગૃહણીઓને લાભ મળશે

રાજ્ય સરકાર ના મંત્રી જીતુ વાઘાણીએ આજે જાહેરાત કરતા કહ્યું કે નાગરિકો અને ગૃહણીઓને એક હજાર કરોડ જેટલી રાહત મળવાની છે, સાથે જ વર્ષે 2 સિલિન્ડર ફ્રી આપવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. રાજ્યની 38 લાખ ગૃહણીઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: SSB કોન્સ્ટેબલ ભરતી 2022@ssbrectt.gov.in

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો લાભ કોણ મેળવી શકે?

  • અરજદાર મહિલા હોવી જોઈએ
  • અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિના પરિવારો
  • પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)
  • સૌથી પછાત વર્ગ
  • અંત્યોદય યોજના (AAY)
  • વનવાસીઓ
  • ટાપુ અને નદી ટાપુમાં રહેતા લોકો
  • અરજદારની ઉંમર 18 વર્ષની હોવી જોઈએ
  • એકજ ઘરમાં અન્ય કોઈ LPG કનેક્શન ન હોવું જોઈએ
  • અરજી કરનાર મહિલા પાસે BPL અથવા APL રેશનકાર્ડ હોવું જોઈએ
  • અરજદાર પાસે બેંક ખાતું હોવું જોઈએ

આ પણ વાંચો:પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજનામાં તમારું નામ ચેક કરો ઓનલાઈન

ઓફિશિયલ વેબસાઈટક્લિક કરો
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાક્લિક કરો
અન્ય યોજનાની માહિતી માટેક્લિક કરો

પીએમ ઉજ્જવલા યોજના FAQ

પીએમ ઉજ્જવલા યોજના ની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી હતી?

પીએમ ઉજ્જવલા યોજનાની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી.

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી?

1 મે 2016ના રોજ ઉજ્જવલા યોજનાની શરૂઆત કરવામાં આવી હતી.

પીએમ ઉજ્જવલા યોજનાની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?

www.pmuy.gov.in પીએમ ઉજ્જવલા યોજનાની ઓફિશિયલ વેબસાઈટ છે.

Leave a Comment

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ