પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજનામાં તમારું નામ ચેક કરો ઓનલાઈન: કેન્દ્ર સરકારે દેશના ગરીબ લોકો માટે ઘણીબધી યોજનાઓ લાગુ કરી છે, જેનાથી આવા લોકોને આર્થિક લાભ મળે છે. આજ અમે આ પોસ્ટમાં પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના વિશે થોડી માહિતી આપીશું. પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના હેઠળ જે લોકોએ ફોર્મ ભર્યા છે તેમનું લિસ્ટ આ યોજનામાં આવ્યું છે કે નહીં તેના વિશે જણાવીશું.
આ પણ વાંચો:ઇ શ્રમ કાર્ડ 2022 – ઘરેબેઠા કઢાવો શ્રમ કાર્ડ,ઓનલાઈન ફોર્મ ભરો
આયુષ્યમાન ભારત યોજના (PMJAY)
પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના ની શરૂઆત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા 23 સપ્ટેમ્બર 2018 ના રોજ કરવામાં કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના નો મુખ્ય ઉદ્દેશ ગરીબ લોકોને સારામાં સારી સ્વાસ્થ્ય સુવિધા પ્રાપ્ત થાય એ માટે કેન્દ્ર સરકાર દ્વારા 5 લાખ રૂપિયા સુધીની તબીબી સારવાર માં મદદ કરવામાં આવશે. પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના અંતર્ગત લોકોને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવે છે. આ આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ કેન્સર જેવી મોટી બીમારીઓ માટે પણ થઈ શકશે. કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવી છે.
આ પણ વાંચો:વ્હાલી દીકરી યોજના – મળશે રૂપિયા 1 લાખ 10 હજારની સહાય
પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજનામાં તમારું નામ ચેક કરો ઓનલાઈન
- પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના માં તમારૂ નામ ચેક કરવા માટે સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઈટ www.pmjay.gov.in ઓપન કરો.
- હોમપેજ માંથી ‘Im a Eligible’ ના ઑપ્સન પર ક્લિક કરો.
- નવું પેજ ઓપન થાય એમાં તમારો મોબાઈલ નંબર અને Captcha Code દાખલ કરો અને Generate OTP પર ક્લિક કરો.
- ત્યારબાદ તમારા મોબાઈલ નંબર પર એક OTP આવશે તેને બોક્સમાં દાખલ કરો અને SUBMIT બટન પર ક્લિક કરો.
- આ બધી પ્રોસેસ કર્યા પછી તમારું ID વેરીફાય થઈ જશે અને આગળના પેજમાં તમારું રાજ્ય સિલેક્ટ કરો.
- રાજ્ય સિલેક્ટ કર્યા બાદ Select Category વિકલ્પ માંથી કોઈપણ એક ઑપ્સન સિલેક્ટ કરો.
- ત્યારબાદ તમારું નામ આ યોજના માં હશે તો તે નવા પેજમાં બતાવશે
- લાસ્ટમાં Family Details પર ક્લિક કરતા તમારા પરિવારોની તમામ વિગત ખુલશે. આમાં તમે પરિવાર ના સદસ્યોના તમામ નામ ચેક કરી શકો છો.
- નામ ચેક કર્યા બાદ Get Details પર ક્લિક કરવાનું રહેશે એટલે HHID નંબર તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવી જશે તે લઈને તમારે નજીકના આરોગ્ય કેન્દ્રમાં જવાનું રહેશે.
આ પણ વાંચો:10 મિનિટમાં ઘરે બેઠા મેળવો નવું પાનકાર્ડ – ઓનલાઈન ફોર્મ ભરો
આ પણ વાંચો:ગુજરાત મફત પ્લોટ યોજના નું ફોર્મ ડાઉનલોડ કરો
આ પણ વાંચો:સ્ટાફ સિલેક્શન ભરતી 2022 – SSC CGL ભરતી 2022
આમ, તમારું નામ આયુષ્યમાન ભારત યોજના માં હશે તો તમે તમારા નજીકના વિસ્તારમાં જે પણ હોસ્પિટલ આ યોજના નીચે સંકળાયેલી હશે તે હોસ્પિટલમાં સારવાર કરીને આ યોજના લાભ મેળવી શકો છો.
આ પણ વાંચો:ગુજરાત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના 2022@digitalgujarat.gov.in
આ પણ વાંચો:જમીનના રેકોર્ડ ઓનલાઈન મેળવો ઘરેબેઠા@anyror.gujarat.gov.in
નામ ચેક કરવા | અહીં ક્લિક કરો |
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા | અહીં ક્લિક કરો |
ટેલિગ્રામ ચેનલમાં જોડાવા | અહીં ક્લિક કરો |
અન્ય યોજનાની માહિતી માટે | અહીં ક્લિક કરો |
પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના FAQ
પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી?
પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના 23 સપ્ટેમ્બર 2018 ના રોજ શરૂ કરવામાં આવી હતી.
પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના કોના દ્વારા શરૂ કરવામાં આવી હતી?
પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી.
પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજનામાં કેટલા રૂપિયા સુધી સહાય આપવામાં આવે છે?
પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના માં રૂપિયા 5 લાખ સુધીની સારવાર માટે સહાય કરવામાં આવે છે.
પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના ની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?
પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજનાની ઓફિશિયલ વેબસાઈટ www.pmjay.gov.in છે.