તલાટી કમ મંત્રી સિલેબસ PDF 2022: ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ (GPSSB) દ્વારા તલાટી ની 3400 થી વધારે જગ્યાઓની ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતીમાં કુલ 18 લાખથી વધુ ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરી છે. ગુજરાત પંચાયત ભરતી બોર્ડ દ્વારા તલાટી ની પરીક્ષાનું આયોજન 8 જાન્યુઆરી 2023 ના રોજ કરવામાં આવ્યું છે. આપડે આ પોસ્ટમાં તલાટી કમ મંત્રીનો લેટેસ્ટ અભ્યાસક્રમ અને તેની પેપર સ્ટાઇલ વિશે માહિતી મેળવીશું.
તલાટી કમ મંત્રી સિલેબસ PDF 2022
ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા તલાટી ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે. ધોરણ 12 પાસ ઉમેદવાર આ ભરતીમાં ઓનલાઈન અરજી કરી શકે છે. પંચાયત ભરતી બોર્ડ દ્વારા તલાટી ની પરીક્ષાનો લેટેસ્ટ સિલેબસ જાહેર કરવામાં આવ્યો છે. નીચે આપેલ લિંક થી તમે સિલેબસ ડાયરેક્ટ ડાઉનલોડ કરી શકો છો.
આ પણ વાંચો:ઇન્ડિયન એરફોર્સ અગ્નિવીર ભરતી 2022
બોર્ડનું નામ | ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ |
પોસ્ટનું નામ | તલાટી કમ મંત્રી |
કુલ જગ્યાઓ | 3400 થી વધુ |
જોબ લોકેશન | ગુજરાત |
પરીક્ષાની તારીખ | 08 જાન્યુઆરી 2023 |
પોસ્ટનો પ્રકાર | તલાટી સિલેબસ |
ઓફિશિયલ વેબસાઈટ | gpssb.gujarat.gov.in |
GPSSB તલાટી અભ્યાસક્રમ 2022
જે પણ ઉમેદવાર તલાટી અથવા બીજી કોઈ પણ પરીક્ષાની તૈયારી કરે છે એમના માટે સૌ પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમની તમામ માહિતી હોવી જોઈએ. કારણ,કે અભ્યાસક્રમ વિના કરેલી તૈયારી માં ઉમેદવાર ને સફળતા મળતી નથી. તલાટી ની પરીક્ષા ઓફલાઇન લેવામાં આવે છે. તેમાં OMR આધારિત 100 પ્રશ્નો હોય છે અને તેના માટે 1 કલાક નો ટાઈમ આપવામાં આવે છે.
આ પણ વાંચો:ગુજરાત પોસ્ટ ભરતી 2022 – ધોરણ 10 પાસ, પોસ્ટમેન, MTS અને પોસ્ટલ આસિસ્ટન્ટ ની જગ્યાઓ માટે ભરતી
- કુલ પ્રશ્નો: 100 (OMR આધારિત)
- કુલ ગુણ:100
- સમય: 1:00 કલાક (60 મિનિટ)
વિષય | માર્ક્સ | ભાષા |
જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ | 50 | ગુજરાતી |
ગુજરાતી સાહિત્ય અને ગ્રામર | 20 | ગુજરાતી |
અંગ્રેજી ગ્રામર | 20 | અંગ્રેજી |
ગણિત | 10 | ગુજરાતી |
કુલ ગુણ | 100 |
આ પણ વાંચો: ટેટ 1-2 પરીક્ષા ઓનલાઈન ફોર્મ 2022 – શૈક્ષણિક લાયકાત, ઓફિશિયલ નોટિફિકેશન
ગુજરાત તલાટી સિલેબસ 2022
સામાન્ય જાગૃતિ અને જનરલ નોલેજ
- સામાન્ય માનસિક ક્ષમતા અને સામાન્ય બુદ્ધિને લગતા પ્રશ્નો
- ભારતનો ઇતિહાસ અને ગુજરાત નો ઇતિહાસ
- ભારત અને ગુજરાત નો સાંસ્કૃતિક વારસો
- ભારત અને ગુજરાત નું ભૂગોળ
- રમત ગમત ને લગતા પ્રશ્નો
- ભારતની રાજનીતિ ભારતનું બંધારણ
- પંચાયતી રાજ
- ગુજરાત અને કેન્દ્ર સરકારની મહત્વની યોજનાઓ
- ભારતીય અર્થતંત્ર અને આયોજન
- સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ અને માહિતી અને સંચાર ટેકનોલોજી
- પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય મહત્વના બનાવો
ઉપરના તમામ પ્રશ્નો OMR આધારિત હશે.
તલાટી અભ્યાસક્રમ PDF | અહીં ક્લિક કરો |
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા | અહીં ક્લિક કરો |
અન્ય નોકરીની માહિતી માટે | અહીં ક્લિક કરો |