હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બરે મતદાન:8 ડિસેમ્બરે પરિણામ, ગુજરાતમાં મતદાનની તારીખ જાહેર થવાની હજી બાકી છે

ગુજરાતમાં મતદાનની તારીખ નવેમ્બરના છેલ્લા અને ડિસેમ્બરના પહેલા વીકમાં એમ બે તબક્કામાં આવી શકે છે. ઈલેક્શન કમિશનરે પ્રેસ-કોન્ફરન્સ શરૂ કરી દીધી છે.

હિમાચલ પ્રદેશમાં મતદાનની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને 12 નવેમ્બરે મતદાન થશે, જ્યારે 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે.

આ 26 દિવસના ગેપ વચ્ચે જ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું મતદાન યોજાશે. હિમાચલ પ્રદેશ અને ગુજરાતની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે એક જ દિવસે જાહેર થશે.

ECની પ્રેસ કોન્ફરન્સ ચાલી રહી છે. ECએ કહ્યું- કોરોનાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી સ્ટ્રેટેજી તૈયાર કરવામાં આવી છે.

ECની પ્રેસ-કોન્ફરન્સના મુખ્ય અંશો

રાજીવ કુમારે કહ્યું કે મતદાર યાદીની પ્રસિદ્ધિ થઈ ગઈ છે. નવા મતદારો ઉમેરાયા છે. ભૂલો સુધારવામાં આવી છે.

નવા મતદારો ઉમેરાયા છે : EC

80 વર્ષથી વધુ ઉંમરના અને કોરોના પીડિતો માટે ઘરે બેઠા મતદાનની સુવિધા ઉપલબ્ધ થશે.

ઘરે બેઠા મતદાનની સુવિધા આપશે: EC

મહિલાઓ માટે અલગ બૂથ બનાવવામાં આવશે. તમામ બૂથ પર પાણી અને ગરમીથી રાહત મળે તેવી વ્યવસ્થા રહેશે.

મહિલાઓ માટે અલગ બૂથ

મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે વૃદ્ધો અને દિવ્યાંગ મતદારોને પોસ્ટલ બેલેટની સુવિધા પૂરી પાડવામાં આવશે.

બેલેટ પેપરની વ્યવસ્થા: EC

મુખ્ય ચૂંટણી કમિશનરે મીડિયાને પણ તથ્યો તપાસ્યા પછી સમાચાર પ્રકાશિત કરવાની સલાહ આપી હતી.

ફેક ન્યૂઝ પર પણ નજર રાખવામાં આવશે: EC