Whatsapp New Features: વોટ્સએપે તેના પ્લેટફોર્મ પર તે ફીચર એડ કર્યું છે, જેની લોકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. હવે એક વોટ્સએપ એકાઉન્ટ 4 સ્માર્ટફોન માં વાપરી શકાશે. આ ફીચરની મદદથી તમે એક જ વોટ્સએપ એકાઉન્ટનો એકથી વધુ સ્માર્ટફોન પર ઉપયોગ કરી શકો છો. આ પોસ્ટમાં આપણે એક જ વોટ્સએપ એકાઉન્ટ 4 સ્માર્ટફોન માં કઈ રીતે યુઝ કરી શકાય તેના વિશે માહિતી મેળવીશું.
Whatsapp New Features
Whatsapp દુનિયાભર માં ઉપયોગ માં લેવાતું સૌથી મોટું સોશિયલ મેસેજિંગ એપ છે. વોટ્સએપ ના મલ્ટીપલ ડિવાઇસ સપોર્ટ ફીચર્સ ની લોકો વર્ષો થી રાહ જોઈ રહ્યા હતા. અત્યાર સુધી એક જ એકાઉન્ટ વોટ્સએપ વેબ અને એક જ મોબાઈલ પર જ યુઝ કરી શકાતું હતું. પરંતુ હવે વોટ્સએપ ના ફીચર્સ ના રોલ આઉટ થયા બાદ હવે એકથી વધારે મોબાઈલમાં એક જ વોટ્સએપ એકાઉન્ટ નો વપરાશ કરી શકાશે.

Whatsapp મલ્ટીપલ ડિવાઇસ ફીચર્સ શુ છે?
વોટ્સએપ ના મલ્ટીપલ ડિવાઇસ ફીચર્સ ની મદદથી લોકો પોતાનું પર્સનલ અથવા ધંધા સાથે જોડાયેલું એકાઉન્ટ અલગ અલગ 4 મોબાઈલ માં લોગીન કરી શકશે. જેની મદદ થી વ્યક્તિ ને પોતાની સાથે પર્સનલ મોબાઈલ રાખવાની જરૂર નહીં પડે અથવા વ્યક્તિ જોડે ટાઈમ નહિ હોય તો બીજી વ્યક્તિ તેનું એકાઉન્ટ હેન્ડલ કરી શકશે.
વોટ્સએપ સ્ટેટ્સ ડાઉનલોડ કરો – સાવ સરળ રીતે કોઈપણ નું સ્ટેટ્સ ડાઉનલોડ કરો
વોટ્સએપ મલ્ટીપલ ડિવાઇસ ફીચર્સ ના ફાયદા
આ ફીચર્સ ની મદદથી લોકો એક જ એકાઉન્ટ 4 અલગ અલગ મોબાઈલ માં યુઝ કરી શકશે. જે લોકો વોટ્સએપ દ્વારા પોતાનો ઓનલાઈન બિઝનેસ વધારવા માંગે છે પરંતુ એક જ મોબાઈલ માં એક જ વોટ્સએપ એકાઉન્ટ યુઝ કરવાના કારણે તે પોતાના ધંધામાં સરખું ધ્યાન આપી શકતા નથી તેમના માટે આ ફીચર્સ ઘણું જ ઉપયોગી સાબિત થશે.
Gram Panchayat Work Report Online: ગ્રામ પંચાયત માં કેટલી ગ્રાન્ટ ફાળવાઈ તે ચેક કરો ઘરેબેઠા
Whatsapp મલ્ટીપલ ડિવાઇસ ફીચર્સ નો ઉપયોગ કેવી રીતે કરવો?
વોટ્સએપ મલ્ટીપલ ડિવાઇસ ફીચર્સ નો ઉપયોગ કરવા માટે સૌ પ્રથમ તમારે બીજા મોબાઈલ માં વોટ્સએપ ઇન્સ્ટોલ કરવું પડશે.
- વોટ્સએપ ઇન્સ્ટોલ કર્યા બાદ ઉપર આપેલા મેનુ પર ક્લિક કરીને Link To Existing Account વાળા ઓપ્સન પર ક્લિક કરવાનું રહેશે.

- તેના પર ક્લિક કર્યા બાદ સ્ક્રીન પર એક QR Code આવશે.
- ત્યારબાદ તમારે પ્રાઇમરી મોબાઈલ માં તમારું વોટ્સએપ એકાઉન્ટ ઓપન કરવાનું રહેશે અને મેનુ માંથી Link A Device પર ક્લિક કરવાની રહેશે.

- Link A Device પર ક્લિક કર્યા બાદ તમારા પ્રાઇમરી મોબાઈલ થી બીજા મોબાઈલ માં જે QR Code આપેલો છે તેને સ્કેન કરવાનો રહેશે.
- QR Code સ્કેન થયા બાદ તમે બંને મોબાઈલ માં એક જ વોટ્સએપ એકાઉન્ટ નો ઉપયોગ કરી શકશો.
Whatsaapp મલ્ટીપલ ડિવાઇસ ફિચર્સની મદદથી કેટલા મોબાઈલમાં એક જ વોટ્સએપ એકાઉન્ટ યુઝ કરી શકાશે?
Whatsaapp મલ્ટીપલ ડિવાઇસ ફિચર્સની મદદથી 4 સ્માર્ટફોન માં એક જ વોટ્સએપ એકાઉન્ટ વાપરી શકાશે.